સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં મશીનમાં હાથ આવી જવાથી મજૂર યુવાનનું મોત


SHARE





ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં મશીનમાં હાથ આવી જવાથી મજૂર યુવાનનું મોત

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે નેકનામ રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાં કામગીરી દરમિયાન મજૂર યુવાનનો હાથ મશીનમાં ફસાઈ ગયો હતો જેથી કરીને મશીનના પટ્ટામાં યુવાનને હાથ, ગળું અને ડાબા પડખામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તે યુવાનનું મોત થયું છે જેથી કરીને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં આવેલ મીતાણા નજીક નેકનામ રોડ ઉપર ઓનેરી સીરામીકમાં રહેતા મૂળ એમપીના છતરપુર જિલ્લાના રામ ટોરિયા ગામના રહેવાસી રાનુ વિશ્વકર્મા ગણપત વિશ્વકર્મા (૨૭) કારખાનાની અંદર કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેનો જમણો હાથ મશીનના પટ્ટામાં આવી ગયો હતો અને પટ્ટામાં તેનો હાથ ફસાઈ ગયા બાદ ગળા અને ડાબા પડખાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશીદારૂ

ટંકારા તાલુકામાં ડેમી નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો આથો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ત્યાંથી ૧૮૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ભાણજીભાઈ ભાણાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (ઉંમર ૪૨) રહે. ટંકારા વાળાની ધરપકડ કરેલ છે




Latest News