ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધિયાવડ-લૂંટાવદર પાસેથી ૧૩૫૨ બોટલ દારૂ ઝડપાયો: જુદીજુદી ત્રણ રેડમાં ચાર આરોપી ઝડપાયા, અન્યની શોધખોળ


SHARE











મોરબી જીલ્લામાં ધિયાવડ-લૂંટાવદર પાસેથી ૧૩૫૨ બોટલ દારૂ ઝડપાયો: જુદીજુદી ત્રણ રેડમાં ચાર આરોપી ઝડપાયા, અન્યની શોધખોળ

મોરબી જિલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારમાં રેડ કરીને ત્યાથી દારૂનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ધિયાવડ અને મોરબી તાલુકાનાં લૂંટાવદર ગામે દારૂની રેડ એલસીબીની ટીમે કરી હતી તે ઉપરાંત અન્ય નાના મોટી રેડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં દારૂની ૧૩૫૨ બોટલ દારૂ સાથે બે આરોપી ઝડપાયા છે અને દેશી દારૂ સાથે બે શખ્સને પકડવામાં આવ્યા છે અને પોલીસે દારૂ સહિત કુલ મળીને ૯૪૪૩૦૦ નો મુદામાલ પણ કબ્જે કરેલ છે જો કે, લૂંટાવદર પાસે કાર છોડીને નાશી ગયેલા બે શખ્સ સહિતના અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે

મોરબી એલસીબીના ચંદુભાઇ કણોતરા તથા વિક્રમભાઇ કુંગસીયાને ખાનગી બાતમી મળેલી હતી જેના આધારે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની ખારાપાટ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘીયાવડ ગામના રહેવાસી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલાના કબ્જા વાળા વરંડામાં ડાંગરની પરાર નીચેથી જુદીજુદી બ્રાંડનો કુલ મળીને ૯૨૪ બોટલ દારૂ જેની કિંમત ૩,૦૨,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા રહે. ઘીયાવડ વાળા વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો

૪૦૦ બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામ પાસેથી પસાર થતી કારને એલસીબીની ટીમ દ્વારા રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જોકે કાર ચાલકે પોતાની કારને હંકારી મુકી હતી અને આગળ જઈને આ કારને રેઢી મુકીને નાસી છૂટયા હતા જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા કાર નંબર જીજે ૧૦ એફ ૯૭૨૮ ની તલાશી લેવામાં આવતા આ કારની અંદરથી મળીને ૪૨૦ બોટલ દારૂ હતો જેથી કરીને પોલીસે હાલમાં કે.પી.સ્પીન્ટેક નામના કારખાનાની પાસે થી કાર નંબર જીજે ૧૦ એફ ૯૭૨૮ ને કબજે કરેલ છે અને ૧૫૭૫૦૦ નો દારૂ તેમજ બે લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને ૩૫૭૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે જોકે આ કારમાં દારૂ ભરીને કોણ આવ્યુ હતુ ?, માલ કોને આપવાનો હતો ? તમામ દિશાઓની તપાસ હાલમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને કાર છોડીને નાસી છૂટેલા આરોપીને શોધવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે જો કે, અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી છે

૮ બોટલ દારૂ

ટંકારા તાલુકાની લતીપર ચોકડી પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૬ યુ ૩૬૩૮ પસાર થતી હતી ત્યારે પોલીસે તેને રોકી હતી અને પોલીસ દ્વારા બસમાં તલાસી લેવામાં આવી હતી ત્યારે બસમાંથી ૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ અઢી લાખ રૂપિયાની કિંમતની બસ આમ કુલ મળીને ૨૫૨૪૦૦ ના મુદામાલ સાથે બસના કલિનર સુનિલ સવસિહ ભામનીયા (૩૦) રહે. જોતરાડા ફળિયુ અમન કુવા અલીરાજપુર એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેને આ દારૂની બોટલો ક્યાંથી લીધી હતી અને અહીં કોને આપવાની હતી તે દિશામાં ટંકારા પોલીસે તપાસ શરુ કરે છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રીચ કારખાના પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતુ હતુ જે બાઇકને રોકીને પોલીસે તલાસી લેતા તેઓની પાસેથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઇક નંબર જીજે ૧૩ એસી ૩૪૯૯ અને દારૂનો જથ્થો મળીને પોલીસે ૩૨૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ભરતભાઈ મયાભાઇ સારદિયા (ઉંમર વર્ષ ૨૨) રહે તરણેતર અને દશરથભાઈ ધીરુભાઈ સારદીયા (ઉંમર વર્ષ ૨૪ રહે ઉંડવી વાળાની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News