હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા


SHARE











ટંકારા, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા

મોરબી જિલ્લાના ટંકારા, મોરબી અને વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૪ જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૮૭૭૫ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ટંકારા ગામે કોઠારીયા રોડ ઉપર અસુન્દ્રા નદીના કાઠે લીમડાનાઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે નવધણભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ જેરામભાઇ સાલાણી અને રવજીભાઇ મેધજીભાઇ ચાવડા રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૧૪,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યાવહી કરી હતી

મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ શકતિ ચેમ્બર પાછળ રાધે હોટલ નજીક જાહેર શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા, આશિષભાઇ લક્ષમણભાઇ સનુરા, ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા અને મહેબુબભાઇ જીવાભાઇ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા જુગારીઓ પાસેથી રોકડા રૂપીયા ૨,૦૨૫ કબજે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના જાલી ગામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળમ જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ભુપત વાલજીભાઈ રૂદાતલા, જયંતિ વાલજીભાઈ ગોરીયા, વેલજીભાઈ શામજીભાઈ માલકિયા, રમેશભાઈ ખેતાભાઇ ગાબુ, કુંવરાભાઈ મેહુલભાઈ સરવૈયા, ભરતભાઈ સિંધાભાઇ સરવૈયા અને ચતુરભાઈ અમરશીભાઈ પારેજીયા રહે. તમામ જાલી ગામ વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૨૩૫૦ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી






Latest News