હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે ખનીજચોરીની અરજી કરનાર યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના જાંબુડિયા ગામે ખનીજચોરીની અરજી કરનાર યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના જાંબુડીયા ગામની સીમમાંથી ખનીજચોરી કરનારા સામે યુવાને અરજી કરી હતી જેનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા તે યુવાનને પાનેલી રોડે આવેલ મચ્છુનગર જવાના રસ્તા ઉપર માર માર્યો હતો જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જાંબુડીયા ગામે રહેતા કોન્ટ્રાક્ટર કમલેશભાઇ અમરશીભાઇ ખરા (૨૫) એ હાલમાં રમેશભાઇ ગેલાભાઇ પાંચીયા જાતે ભરવાડ, હકાભાઇ હીરાભાઇ પાંચીયા જાતે ભરવાડ અને સંજયભાઇ હમીરભાઇ બાંભવા જાતે ભરવાડ રહે. ત્રણેય જાંબુડીયા અને બે અજાણ્યા ઇસમો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ મચ્છુનગર જવાના રસ્તા ઉપરથી જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વિન કારખાના પાછળથી આરોપી હકાભાઇ હિરાભાઇ પાંચીયાના ભાઇ ભગાભાઇ અને જયેશભાઇ સહિતના દ્વારા ખનીજચોરી કરવામાં આવી રહી હતી જેની વિરૂધ્ધમાં અરજી કરેલ હતી તેનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરી પોતાના હાથમાં લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા લઈને ફરિયાદીને હાથે પગે તથા શરીરે ઇજાઓ કરી હતી અને યુવાનને જાતી પ્રત્યે અપમાનીત કરીને મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૬(૨), ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા એટ્રોસીટી અધીનીયમ એકટની કલમ ૩(૨), (૫-એ), ૩(૧)(આર)(એસ) જીપીએ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News