મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચના ભાઈ ઉપર બે શખ્સોએ કર્યો હુમલો: જાનથી મારી નાખવાની આપી ધમકી


SHARE







મોરબીના રવાપર ગામના સરપંચના ભાઈ ઉપર બે શખ્સોએ કર્યો હુમલો: જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી નજીકના રવાપર ગામે પાણીના સંપ પાસે કચરાની સફાઈ કરાવતા સરપંચના ભાઈ પાસે આવીને ત્યાં રહેતા શખ્સે આ જમીન અમારી છે તેવું કહીને ઝાપટો મારીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામના સરપંચ નીતિનભાઈ રૂગનાથભાઈ ભટાસણાના મોટા ભાઈ નવીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા રહે. ધાયડી વિસ્તાર રવાપર વાળાએ હાલમાં ભુપતભાઈ તેજાભાઈ જારીયા જાતે બોરિચા અને અમિતભાઈ તેજાભાઈ જારીયા જાતે બોરિચા રહે. બંને ધાયડી વિસ્તાર રવાપર વાળાની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર ગામે ધાયડી વિસ્તાર પાસે આવેલ પાણીના સંપ નજીક કચરો હોવાથી તેની સાફ-સફાઈ તે માણસો પાસે કરાવતા હતા ત્યારે ભુપતભાઈ તેજાભાઈ જારીયા તેની પાસે આવ્યા હતા અને આ જમીન મારી છે તેવું કહીને તેમણે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ નવીનભાઈને ઝાપટ મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દરમ્યાન અમિતભાઈ તેજાભાઈ જારીયા ત્યાં આવ્યા હતા અને તેને પણ નવીનભાઈની સાથે જપાજપી કરી ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ સરપંચના ભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને ભોગ બનેલા સરપંચના ભાઈની ફરિયાદ લઈને હાલમાં પોલીસે બે શબ્દોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News