મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ રાજયના શિક્ષણમંત્રી સાથે કરી બેઠક


SHARE











રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ રાજના શિક્ષણમંત્રી સાથે કરી બેઠક

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક મણીનગર સંઘ કાર્યાલય ખાતેની બેઠકમાં આવેલા તમામ સંવર્ગોના પ્રશ્નોનુ સંકલન કરી લેટરપેડ તૈયાર કરી તમામ સંવર્ગોના અધ્યક્ષ અને મહામંત્રીની ઉપસ્થિતિમાં સંવર્ગોના પ્રશ્નો અગે શિક્ષણમંત્રી, નાણામંત્રી સહિત વિવિધ અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક તમામ નાયબ નિયામકશિક્ષણ વિભાગસ્કુલ ઓફ કમિશનર રાજ્ય પરીક્ષા બોર્ડશાળા પાઠ્યપુસ્તક મંડળ ખાતે અધિકારીઓને વિસ્તૃત રીતે પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરવામાં આવી હતી અને મહત્વના પ્રશ્નો એચ.ટાટ. ઓપી.પરતતમામ પ્રકારના બદલી કેમ્પ ઝડપથી પુરા કરવાએકમ કસોટીનું ભારણ ઓછુ કરવુપાઠ્યપુસ્તક માટે પોર્ટલ આજે જ ખોલી પુસ્તકોની ઘટ પુરી કરવી માધ્યમિક શિક્ષકો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાણાંમંત્રી સહિત શિક્ષણ મંત્રીઓના સન્માન સમયે ઉકેલ કરાયેલા અને લીધેલા નિર્ણયો અંગે ઝડપી પરીપત્ર કરવાની કરેલ જાહેરાત અંગે જીતુભાઈ વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી હતી અને એચ ટાટ તેમજ બદલી કેમ્પ અંગે અનેક કોર્ટ મેટરો હોવા છતાં લગભગ એક કલાક સુધી નિયામક મહેશભાઈ જોશી સંગઠન સાથે બેઠા અને કેવી રીતે રસ્તો કાઢવો એની વિગતવાર ચર્ચાના અંતે શિક્ષણ મંત્રી આ બાબતે ચિંતિત હોવાથી નિયામક અને શિક્ષણમંત્રી ચોક્કસ ઝડપી યોગ્ય કરશે એવી આશા છે અને સંગઠન આગામી ટૂંક સમયમાં ફરીથી મુલાકાત કરશે ત્યાં સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો ગુજરાતના લાખો શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આક્રમક રીતે આગળ વધશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News