મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદનાં કેદારીયામાં બાઇક ઝડપથી કેમ ચલાવે છે તેવું કહીને યુવાન ઉપર છ શખ્સોએ કર્યો ધોકા-ધારિયા વડે હુમલો


SHARE







હળવદનાં કેદારીયામાં બાઇક ઝડપથી કેમ ચલાવે છે તેવું કહીને યુવાન ઉપર છ શખ્સોએ કર્યો ધોકા-ધારિયા વડે હુમલો

હળવદ તાલુકાનાં કેદારીયા ગામમાંથી યુવાન તેનું બાઇક લઈને વાડીએથી ઘરે જતો હતો ત્યારે રામજી મંદિર પાસે તેના બાઇકને ત્રણ શખ્સે રોક્યું હતું અને કેમ ઝડપી બાઇક ચલાવે છે તેવું કહીને ધોકા અને ધારિયા વડે હુમલો કર્યો હતો અને મારામારીના આ બનાવમાં કુલ છ લોકોને નાના મોટી ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને ભોગ બનેલા યુવાને છ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદીજુદી કલામ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં કેદારીયા ગામે રહેતા કાન્તીભાઈ અમરાભાઈ પોરડીયા જાતે કોળી (૪૦) એ હાલમાં વિષ્ણુભાઈ જાદુભાઈ કોળી, જાદુભાઈ ભીખાભાઈ કોળી, જયંતીભાઈ જાદુભાઈ કોળી, કિશનભાઈ જાદુભાઈ કોળી, મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ કોળી અને જાદુભાઈ વિઠ્ઠલભાઈ કોળી રહે. તમામ કેદારીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાનું મોટર સાયકલ લઈને વાડીએથી નીકળી ગામમા રામજી મંદિર ચોકમા આરોપી વિષ્ણુભાઈ જાદુભાઈ કોળી, જાદુભાઈ ભીખાભાઈ કોળી અને જયંતીભાઈ જાદુભાઈ કોળીએ તેને રોકીને કેમ મોટર સાયકલ ઝડપી ચલાવે છે તેમ કહીને ધોકાવડે આડેધડ માર માર્યો હતો અને આરોપી જાદુભાઈ ભીખાભાઈ કોળીએ ધારીયા વડે ચેતનભાઈને ડાબી બાજુ કાનથી ઉપર માથામાં ઘા મારી ઇજા કરી હતી ત્યાર બાદ આરોપી કિશનભાઈ જાદુભાઈ કોળી, મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ કોળી અને જાદુભાઈ વિઠ્ઠલભાઈ કોળી ત્યાં આવ્યા હતા અને ધોકા વડે પ્રવિણભાઈને શરીરે આડેધડ ઘા માર્યા હતા અને તમામ આરોપીએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૨૪, ૩૨૫, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News