મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે લલિત કગથરાને આવકારવા યોજાનાર રેલીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે


SHARE











મોરબીમાં કાલે લલિત કગથરાને આવકારવા યોજાનાર રેલીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને હાલમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે મંગળવારે મોરબીમાં તેનું ભવ્ય સ્વાગત, બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહેવાના છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને મોરબીમાં આવકારની સાથે બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૯ જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાશે જે આ બાઇક રેલીમાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો જોડાશે વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, આ બાઇક રેલી અને સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહેવાના છે






Latest News