મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની શ્રીકુંજ સોસાયટીમાંથી રોકડા  અઢી લાખ અને ગાડી લઈને યુવાન ગુમ


SHARE







મોરબીની શ્રીકુંજ સોસાયટીમાંથી રોકડા  અઢી લાખ અને ગાડી લઈને યુવાન ગુમ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ છે અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ સુધા નોંધ કરીને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયા (ઉંમર ૪૮)એ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (ઉંમર ૪૮) પોતાના ઘરેથી ગત તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા હતા અને ત્યાર બાદ તા ૧૭ ના સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી મળી આવ્યા ન હતા. જેથી કરીને ગીતાબેને તેઓના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ફરિયાદ લઈને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News