મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સરકારી જમીન ઉપર પાકા મકાન, દુકાન અને તબેલો બનાવનાર મહિલા સહિત ત્રણની ધરપકડ


SHARE







વાંકાનેરમાં સરકારી જમીન ઉપર પાકા મકાન, દુકાન અને તબેલો બનાવનાર મહિલા સહિત ત્રણની ધરપકડ

વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર સરકારી ખરાબાની જમીન ઉપર પાકા મકાન, દુકાન અને તબેલો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું જેથી વાંકાનેરના મામલતદાર દ્વારા હાલમાં મહિલા સહિત ત્રણની સામે લેન્ડ ગ્રેબિંગની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણી (ઉંમર ૨૮) દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ત્રણની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં વીસીપરા સ્મશાન રોડ ઉપર સરકારી ખરાબાના સર્વે નંબર ૨૦૩ માં ચંપાબેન લાખાભાઈ માલકીયાએ પાકું રહેણાંક મકાન, દુકાન અને તબેલો બનાવીને દબાણ કર્યું છે તેમજ નાનજીભાઈ તેજાભાઈ માલકીયાએ પાકુ બાંધકામ કરીને મકાન બનાવેલ છે અને રામજીભાઈ તેજાભાઈ માલકીયાએ પણ પાકું મકાન બનાવી નાખેલ છે અને સરકારી જમીન પચાવી પાડેલ છે જેથી મહિલા સહિત ત્રણની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મામલતદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને મહિલા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News