મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા યુવા જોડો બુથ જોડોની બેઠક મળી


SHARE







મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા "યુવા જોડો બુથ જોડો" ની બેઠક મળી

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ખાતે યુવક કોંગ્રેસના કાર્યકરની મીટીંગ મળી હતી.આ મીટીંગમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને યુવા જોડો, બુથ જોડોને દરેક યુવા કોંગ્રેસના આગેવાન વધુ મજબુત થાય, બુથ લેવલ કૉંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે બાબતે માહિતી આપી હતી અને બુથને મજબુત કરવા હાકલ કરી હતી.આ કાર્યકમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ, મહામંત્રી મહેશભાઇ રાજયગુરૂ તેમજ તાલુકા પ્રમુખ કે.ડી.પડસુંબીયા સહીતના હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને મોરબી માળિયા વિધાનસભાના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરૂ સહીતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News