મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં કારખાનામાં મજૂરોને કામે રાખીને આઈડી પ્રૂફ ન લેનારા વધુ ૧૨ સામે ગુના નોંધાયા


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાં કારખાનામાં મજૂરોને કામે રાખીને આઈડી પ્રૂફ ન લેનારા વધુ ૧૨ સામે ગુના નોંધાયા

મોરબી જિલ્લાની અંદર આવેલા ઔદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી શ્રમિકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે ત્યારે તે શ્રમિકોના આઈડી પ્રૂફ સહિતની માહિતી લેવી જરૂરી હોય છે અને પોલીસ દ્વારા વારંવાર કહેવામાં આવે તો પણ આઈડી પ્રૂફ લેવામાં આવતા નથી જેથી પોલીસ દ્વારા હવે બેદરકારોની સામે ધડોધડ વધુ ૧૨ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

છેલ્લા ઘણા વર્ષોથી કારખાનેદાર સહિતના આ લોકોને તેમજ જુદાજુદા એસો.ને જાણ મજૂરીના આઈડી પ્રૂફ લેવા માટે અને માહિતી પોલીસને આપવા માટે કહેવામા આવે છે તેમ છતાં પણ ઘણા બધા કારખાનેદારો અને તેના કોન્ટ્રાકટરો દ્વારા કારખાનામાં કામ કરતા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં નથી આવતા અને પોલીસ દ્વારા બનાવવામાં આવેલ મોરબી એસયોર્ડ એપ્લિકેશનની અંદર તેની માહિતી અપલોડ કરવામાં આવતી નથી. જેથી કરીને હાલમાં આ જુદા જુદા વિસ્તારની અંદર કારખાના ધરાવતા કારખાનેદારો અને કોન્ટ્રાક્ટરની સામે ગુના નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના પાવડીયારી કેનાલ પાસે આવેલ લોગાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં મજૂર રાખનાર ચિરાગભાઈ જીવરાજભાઈ અઘારા જાતે પટેલ (૨૯) રહે. ભડીયાદ, જુના ઘુટુ રોડ ઉપર સીમોલા સીરામીક નામના કારખાનામાં મજૂરોને રાખનાર સુમિતભાઈ ભરતભાઈ રામાણી જાતે પટેલ (૨૯) રહે. રવાપર રોડ મોરબી, લખધીરપુર રોડે લાઇકોસ વોલ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરોને રાખનાર મહેન્દ્રભાઈ રતિલાલભાઈ સોરીયા જાતે પટેલ (૪૦) રહે. જનકપુરી સોસાયટી ઘૂટું, સનમાર્ક વોલ ટાઇલ્સમાં મજૂરોને કામે રાખનાર ચંદ્રેશભાઇ સવજીભાઈ કુંડારીયા જાતે પટેલ (૩૦) રહે નીચી માંડલ, ઘુટુ રોડે સેરાસ્ટોન હોમ સોલ્યુશન ટાઇલ્સ કટીંગમાં મજૂરોને કામે રાખનાર વિમલભાઈ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ (૨૨) રહે જીવાપર, આકૃતિ સીરામિકમાં મજૂરોને કામે રાખનાર જયપ્રકાશભાઈ રામસમજુ પાસવાન (૪૦) રહે. લાલપર અને વિપુલભાઈ મગનભાઈ ડઢાણીયા (૩૧) રહે. ખરેડા, લાઈવ સિટી કારખાનામાં મજૂરોને કામે રાખનાર મિલનભાઈ હિતેન્દ્રભાઈ જાની (૩૦) રહે. દરબારગઢ નાની માધાણી શેરી, બેલા નજીક ટોરા સેનેટરી નામના કારખાનામાં મજૂરોને કામે રાખનારા કિરીટભાઈ વેલાભાઈ વાઘેલા (૨૮) રહે. મીંગલપુર ધોલેરા, અમદાવાદ, બેલા ગામની સીમમાં આવેલ સ્કોટ સીરામીક કારખાનામાં મજૂરોને કામે રાખનાર મૂળજીભાઈ જયંતીભાઈ કોળી (૪૨) રહે. ત્રાજપર અને ભરતભાઈ મનજીભાઈ ફેફર (૪૬) રહે. સકત સનાળા તેમજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ જીટોન સિરામિક કારખાનામાં મજૂરોને કામે રાખનાર નિલેશભાઈ પ્રભુભાઈ વીંજવાડીયા (૨૬) રહે. ઓળ ગામ વાળા સામે પોલીસે જાહેરનામા ભાંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News