મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે પાલિકાના છોટા હાથીએ એક્ટિવાને હડફેટે લેતા બે યુવાનને ઇજા


SHARE







મોરબીના જોધપર પાસે પાલિકાના છોટા હાથીએ એક્ટિવાને હડફેટે લેતા બે યુવાનને ઇજા

મોરબીના જોધપર ગામની સીમમાં લીલાપરથી રફાળેશ્વર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં ડબલ સવારી એકટીવાને પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના છોટા હાથીએ હડફેટે લીધું હતું જેથી કરીને બે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનને ચલાવનારા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગત પ્રમાણે લીલાપર ગામ પાસે આવેલ પ્રકાશનગર સોસાયટીમાં રહેતા સવજીભાઈ કાનજીભાઈ ચૌહાણ (૨૫) એ હાલમાં મોરબી નગરપાલિકાનું ડોર ટુ ડોર કચરા કલેક્શનનું છોટાહાથી નંબર જીજે ૩૬ જી ૦૨૬૩ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે લીલાપરથી રફાળેશ્વર રોડ ઉપર એકટીવા નં. જીજે ૩૬ એએ ૯૧૪૪ લઈને જતાં હતા ત્યારે દલપતભાઈ એકટીવા ચલાવતા હતા તે એક્ટિવાને છોટા હાથીના ચાલકે અડફેટે લીધું હતું જેથી એકટીવા ચલાવતા દલપતભાઈ અને સવજીભાઈ બંનેને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ સવજીભાઈ ચૌહાણએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છોટા હાથીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News