મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાનભેલા- મોટાદહીંસરાના રોડના કામમાં લોમલોલની સીએમને રજૂઆત


SHARE







માળીયા (મી)ના નાનભેલા- મોટાદહીંસરાના રોડના કામમાં લોમલોલની સીએમને રજૂઆત

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નાનભેલાથી મોટાદહીંસરાને જોડતા રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં સરકારના આગેવાનોની નજર સામે જ કામમાં લોમલોલ ચાલે છે તો પણ કોઈ કશું બોલતા નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન  જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન  જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના નાનભેલાથી મોટાદહીસરાને જોડતા રોડનું કામ ચાલુ છે અને મેટલિંગ કામ કરીને હવે ડામર કામ જ બાકી છે. જો કે, માટીનું કામ નબળું છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી જ્યારે ધારાસભ્ય આ વિસ્તારના રહેવાસી છે અને જિલ્લા પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે. તો પણ હોદ્દેદારો દ્વારા નબળી કામગીરી સામે આંખ આડા કાના કરવામાં આવી રહ્યા છે જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત તરઘરી અને નાના ભેલાના ખેડૂતોના ખેતરોની આશરે ૫૦૦ વીઘા જેટલી જમીન  પાણીમાં ડૂબેલ છે. જેના કારણે ખેડૂતોને આ વર્ષે ઉપજ ગુમાવવાનો વારો આવશે તેવું લાગે છે.પરંતુ નેતા કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જેથી કરીને યોગ્ય કરવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે






Latest News