ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત


SHARE







મોરબીના વડવાળા યુવા સંગઠને લીધી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાત

મચ્છુ કાંઠા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રબારી સમાજના હિત માટે સદાય સક્રિય રહેતા વડવાળા યુવા સંગઠને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મચ્છુ કાંઠાના રબારી સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંકુલ માટે જગ્યા ફાળવવા બદલ વડવાળા યુવા સંગઠનના અગ્રણીઓએ મંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. અને માલધારીઓને ખેડૂતો તરીકેના હક્ક મળે તેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત મોરબી શહેરમાં સરકાર માલધારીઓ માટે સ્પે. વસાહત બનાવવામાં આવે તેવી પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વડવાળા યુવા સંગઠનના જયમલભાઈ કરોતરા, મોતીભાઈ રબારી, ધારાભાઈ રબારી, બાબાભાઈ, હીરાભાઈ ખાંભલા, હષદભાઈ ખાંભલા, દિનેશભાઈ બાર, જયમલભાઈ મોરી સહિતના કાર્યકરો તેમજ વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી સહિતના હાજર રહ્યા હતા




Latest News