મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં રેડ કરતા ૮૩ બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં રેડ કરતા ૮૩ બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર નજીકના અમૃતપાર્ક વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.ત્યારે મકાનમાંથી વિદેશી દારીની ૮૩ બોટલો મળી આવી હતી અને સાથે ત્રણ ઈસમો હાજર મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાં એક ઇસમનું નામ ખોલ્યુ હોય હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એલસીબીના સ્ટાફના શકિતસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસ સ્ટાફે નવલખી રોડ ઉપર રણછોડનગરની પાસે આવેલ અમૃતપાર્કના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.જ્યાં મકાન ભાડે રાખીને મૂળ ધાંગધ્રાનો મેહુલ ત્રિભુવનદાસ પુજારા જાતે લોહાણા (ઉમર ૪૨) નામનો ઈસમ દારૂનો વેપલો કરતા હોય રહેણાંક મકાનમાં સર્ચ દરમિયાન પોલીસને ત્યાંથી કુલ ૮૩ બોટલ દારૂ કિંમત રૂા.૩૧,૧૨૫ નો જથ્થો મળી આવ્યો હતો અને મેહુલ ત્રિભોવનદાસ પુજારા ઉપરાંત સ્થળ ઉપરથી સાગર કાંતિલાલ પલાણ જાતે લોહાણા (ઉમર ૩૦) રહે.જલારામ એપાર્ટમેન્ટ રણછોડનગર નવલખી રોડ તેમજ જલ્પેશ ઉર્ફે જપો વિનોદ ખાખી જાતે કંસારા (ઉમર ૩૬) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી નવલખી રોડ મૂળ રહે. દહીંસરા તાલુકો માળીયા મીંયાણા જી.મોરબી મળી આવ્યા હતા માટે મેહુલ, સાગર અને જલ્પેશની ધરપકડ કરીને ત્યાંથી ૮૩ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે તેઓની પૂછપરછ દરમ્યાન ભરત જીવણ કલોતરા જાતે રબારી રહે.અમૃતપાર્ક સોસાયટી રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાનું પણ નામ સામે આવતા હાલ ચારેય સામે ગુનો નોંધીને ભરત રબારીની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.






Latest News