મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે


SHARE







મોરબીમાં સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

સફાઈ તેમજ સલામતીના સાધનોની ખરીદી અંગે અરજી મંગાવાઈ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦ ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૧૩-૬ થી તા.૧૩-૭ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક) કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૦-૭ નાં રોજ સાંજના ૬ વાગ્યા સુધીમાં જમા કરાવવાની રહેશે.વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.






Latest News