વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય પેપરબેગ દિવસનાં અનુસંધાને સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય પેપરબેગ દિવસનાં અનુસંધાને સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય પેપર બેગ દિવસનાં અનુસંધાને ઘરેમાં રહેલ વેસ્ટ કાગળ કે અન્ય  કાગળમાંથી જુદી જુદી થેલી, બેગ બનાવતાં વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા તા.૧૨ જુલાઈના રાષ્ટ્રીય પેપર બેગ દિવસ નિમિત્તે પેપર બેગની વિડિઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેતાં સ્પર્ધકોએ ઘરે રહીને ઘરમાં રહેલાં વેસ્ટ કાગળ કે કોઈપણ કાગળમાંથી જુદી-જુદી બેગ, થેલી બનાવવાની છે. સ્પર્ધામાં ઘરમાંથી આસાનીથી મળી શકે તેવાં કાગળની પેપર બેગ બનાવવાની છે. સ્પર્ધકોએ અન્ય કોઈ જગ્યાએથી કોપી કરેલ ન હોવી જોઈએ.સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે વિડીયો બનાવી મોકલવાનો રહેશે.સ્પર્ધકે પુરુ નામ, ધોરણ કે વ્યવસાય, સ્કૂલ નું  નામ-ગામ  સરનામુ વિગેરે તા.૨૦-૭ રાતના નવ વાગ્યા પહેલા વૉટ્સેપ નંબર (મો.98249 12230) ઉપર મોકલી આપવાના રહેશે.તેમ કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટે યાદીમાં જણાવેલ છે.




Latest News