હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક સિરામિક કારખાનાના ગેઇટ પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના લાલપર નજીક સિરામિક કારખાનાના ગેઇટ પાસેથી બાઈકની ચોરી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક કારખાના ગેઇટ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકને કોઈ અજાણ્યા ચોરી કરીને લઇ ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમ્જીનગરમાં પ્રજાપત કારખાનાની પાછળના ભાગમાં આવેલા મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા સંજયભાઈ ધીરુભાઈ ઝંઝવાડીયા જાતે કોળી (૨૪) તા. ૧૧/૫ ના રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં લાલપર ગામ પાસે આવેલ ઝેડ સિરામિક કારખાના ગેઇટ પાસે ગયા હતા ને ત્યાં તેને પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૫૭૯૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની સંજયભાઈ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર

માળિયા-મિયાણાના વાગડિયા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઇકબાલ હસનભાઈ ખોડ જાતે મિયાણા (૨૦) રહે.  માળીયામીયાણા ખોડવાસ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ૪૦૦ રૂપિયાની રોકડ પોલીસે કબજે કરેલ છે






Latest News