મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે બે બાઈક સામસામે અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે બે બાઈક સામસામે અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીમાં ખાખરેચી દરવાજા મોટા પીરની દરગાહ પાસે બે બાઇક સામસામે અથડાયા હતાં જેથી કરીને યુવાનને આંખ નીચે ગાલ ઉપર તેમજ બંને પગના ઢિચણના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર શેરી નં-૨૪ માં રહેતા અને હાલ ગાંધીધામ ઇન્દિરા નગર મીઠી રોડ ઉપર રહેતા વિશાલભાઈ બાબુભાઈ થરેસા જાતે કોળી (ઉંમર ૩૩) પોતાનું બાઇક નંબર જીજે ૧  એલએચ ૮૦૪૫ લઈને મોરબીમાં આવેલ ખાખરેચી દરવાજા મોટા પીરની દરગાહ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેના બાઇકને સામેથી આવેલા બાઇક નંબર જીજે ૩૬ જે ૮૮૭૧ ના ચાલકે ધડાકાભેર અથડાયું હતું જેથી વિશાલભાઈ બાબુભાઈ થરેશાને બંને પગના ઢીંચણ ઉપર અને ડાબી આંખ નીચેના ભાગે ઇજાઓ થઇ હતી જેથી ઇજાગ્રસ્ત વિશાલભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વિશાલભાઈએ હાલમાં અકસ્માત સર્જનારા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચાર બોટલ દારૂ

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાંથી પસાર થતાં શખ્સને રોકે પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસને ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને મોસીન સલેમાનભાઈ આશાણી જાતે સંધિ (ઉંમર ૨૧) ની ધરપકડ કરી હતી અને તેને જયરાજભાઈ વજેસંગભાઈ ચૌહાણ રહે. વીસીપરા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News