મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

હળવદની શરણેશ્વર સોસાયટીમાં ઘરે ટેબલ ઉપરથી નીચે પટકાયેલ વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











હળવદની શરણેશ્વર સોસાયટીમાં ઘરે ટેબલ ઉપરથી નીચે પટકાયેલ વૃદ્ધનું સારવારમાં મોત

હળવદમાં આવેલ શરણેશ્વર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે પંખો લગાવવા માટે ટેબલ ઉપર ચડ્યા હતા ત્યારે ટેબલ ઉપરથી નીચે પડવાના કારણે ઇજા થવાથી વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ શરણેશ્વર સોસાયટીમાં રહેતા રમેશભાઈ વિઠ્ઠલભાઈ હંસોરા જાતે લુહાર (ઉંમર ૭૦) પોતાના ઘરે ગત તા. ૩/૫ ના રોજ બપોરના સમયે પંખો ફીટ કરવા માટે થઈને ટેબલ ઉપર ચડ્યા હતા ત્યારે ટેબલ ઉપરથી નીચે પડવાના કારણે તેઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા રમેશભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

મોરબીમાં લાતી પ્લોટ પાછળ આવેલ મૂનનગર ચોક પાસેથી સ્કુટર લઇને પસાર થઇ રહેલા યુવાનના સ્કૂટર નંબર જીજે ૩૬ એએ ૧૮૧૫ ને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને બે હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું વાહન મળીને ૩૨ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે સિકંદર યુનુસભાઇ ચાનીયા જાતે સંધિ મુસ્લિમ (ઉંમર ૨૪) રહે. કબીર ટેકરી શેરી નંબર-૨ વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News