મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આડેધડ સ્પીડબ્રેકર ફિટ કરનાર કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ


SHARE







મોરબીમાં આડેધડ સ્પીડબ્રેકર ફિટ કરનાર કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ

મોરબી શહેરના દરેક વિસ્તારમાં આડેધડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવી રહ્યા હતા જેથી કરીને લોકોમાં આ કમગિરિની સામે રોની લાગણી હતી જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ પ્લાસ્ટીકના સ્પીડબ્રેકર ફિટ કરવામાં આવેલ છે જે વાહન ચાલકો સહિતના માટે માથાના દુખાવા સમાન છે અને ચીફ ઓફિસરે હાલમાં આ કામના કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખ્યો છે

મોરબી પાંચ મહિનામાં સ્પીડ બ્રેકર નગરી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ચીફ ઓફિસર, કાઉન્સિલર કે પોલીસ સાથેના કોઈ પણ જાતની ચર્ચા વગર આડેધડ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવામાં આવી રહયા છે જે વાહન ચાલકો અને લોકો માટે માથાના દુખાવા સમાન હતું જેથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા કોન્ટ્રાકટર પોલીસ કે ચીફ ઓફિસરને જાણ કર્યા વગર આડેધડ સ્પીડ બ્રેકર ફિટ કરતો હતો અને અત્યાર સુધીમાં ૪૫ લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે અને હાલમાં ૨૫ લાખનું બિલ બાકી છે જેને ચીફ ઓફિસર દ્વારા રોકી દેવામાં આવ્યું છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખવામાં આવ્યો છે. જો કે, ચૂકવાયેલા બિલનું શું તે સૌથી મોટો સવાલ છે અને તે કોના ઇશારે તાત્કાલિક ચૂકવવામાં આવેલ છે તે તપાસનો વિષય છે






Latest News