મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર હેઠળના ગામોમાં ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગિરી હાથ ધરાઇ


SHARE







મોરબીમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર હેઠળના ગામોમાં ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગિરી હાથ ધરાઇ

આગામી દિવસો માં વરસાદની સિઝન શરૂ થવા ની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છર નો ઉપદ્રવ વધી જતો હોય છે જેના થી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શક્યતાઓ ખુબ જ વધી જતી હોય છે.જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ચેતન વારેવડીયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો.હિરેન વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ગ્રસ્થ ગામોમાં IRS (ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના તાબાના ગામો કરવામાં આવી હતી.આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ તેમજ અંજુબેન જોશી, દિલીપભાઈ દલસાનિયા, પંકજ ગોરાણી, પિંકલબેન પરમાર, હંસાબેન ઉભડિયા જોડાયા હતા.વધુમાં વધુ ગ્રામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે તે માટે સરપંચ શ્રીમતી હંસાબેન સુરેલાએ પોતાના ઘરથી શરૂઆત કરી હતી.તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથી દ્વારા ગામજનોને આ દવાનો છંટકાવ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.સાથો સાથ રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ નિમિત્તે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના કર્મચારીઓ દ્વારા ગામના લોકોમાં આગામી દિવસોમાં મચ્છરના ઉપદ્રવથી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરે ન થાય એ માટે સઘન સર્વે કરી લોકોમાં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવા માં આવ્યો હતો તેમજ પાણીમાં થતા પોરાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.






Latest News