મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રેનેજના કામમાં બેદરકારી રાખતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પાલિકા રદ કર્યો


SHARE







મોરબીમાં ડ્રેનેજના કામમાં બેદરકારી રાખતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પાલિકા રદ કર્યો

મોરબી પાલિકા દ્વારા શહેરમાં સફાઈ માટે અગાઉ ખાનગી એજન્સીઓને કામ આપવામાં આવેલ જેમાં કોન્ટ્રાકટ દ્વારા બેદરકારી રાખવામા આવતી હતી જેથી તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે હાલમાં પાલિકા દ્વારા મોરબીમાં ડ્રેનેજના કામ માટે જે કામ આપવામાં આવ્યું છે તેમાં કોન્ટ્રાકટર બેરદારકારી દાખતા વઢવાણની હર્ષદિપ કન્સ્ટ્રકશન એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવેલ છે.

મોરબી પાલિકા દ્વારફા તા ૨૧/૧૦/૨૧ થી ભૂગર્ભ ગટર સફાઈ અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી અને સંચાલન માટેનો હર્ષદિપ કન્સ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જો કે, આ એજન્સી દ્વારા કામમાં બેદરકારી રાખવામા આવતી હતી જેથી પાલિકા દ્વારા એજન્સીને અગાઉ નોટીસ આપવામાંઆવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. જો કે, ત્યારે એજન્સીએ સાધનોવાહનો અને સેફટી ગયર્સ વસાવવા અસમર્થ છે તેવો જવાબ આપેલ હતો અને આ કામનું ટેકનીકલ જ્ઞાન કે લાયકાત તે એજન્સી પાસે ન હતી જેથી શરતનો ભંગ થતા મોરબી પાલિકા દ્વારા ડ્રેનેજના કામનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને એજન્સીએ આપેલ ડીપોઝીટ જપ્ત કરી છે.






Latest News