મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE











મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીઓને ધડોધડ સજા કરવામાં આવી રહી છે તેવામાં ચેક રીટર્નના વધુ એક કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ કરવામાં આવેલ છે અને તેમાથી ફરીયાદીને ચેકની રકમના ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે

મોરબીની એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો ત્યારે ફરીયાદી સીમોલેક્ષ સીરામીક મકનસર પાસેથી આરોપી ઓમ સાઈ માર્બલના નંદસિંહ કિશનસિંહરહે. દહેરાદૂન વાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી અને ફરીયાદીને બીલ મુજબની રકમ ૫૫૯૩૭૫ ચૂકવવાની હતી જે પેટે આરોપીએ ચેક આપેલો હતો જે ચેક બેંકમાં ભરતા ચેક પરત ફર્યો હતો જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્નની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ વી.એલ.પરદેશીની કોર્ટમાં વર્ષ- ૨૦૧૭ માં કરી હતી જે કેસના કામે સમન્સની બજવણી થતાં આરોપી કોર્ટમાં હાજર થયેલા અને ત્યારબાદ તેને બે વખત ૫૦-૫૦ હજાર એમ કુલ મળીને એક લાખ ફરીયાદીને ઓનલાઈન જમા કરાવેલા હતા .

ત્યારબાદ આરોપી જાતે મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરીયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેલા નહી જેથી કેસ ચાલી જતા ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓને ધ્યાને લઈ એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ વી.એલ. પરદેશીએ આરોપી ઓમ સાઈ માર્બલના પ્રોપરાઇટર નંદસિંહ કેશનસિંહ રહે. દહેરાદૂન વાળાને તકસીરવાન ઠરાવીને આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા ૪૫૯૩૭૫ ની ડબલ રકમ રૂપીયા ૯૧૮૭૫૦ નો દંડ કરેલ છે તથા તે રકમમાથી ફરીયાદીને ચેકની રકમના નવ ટકા વ્યાજ સહીત વળતર ફરીયાદ કર્યા તારીખથી ચૂકવવા હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયાબી.કે.ભટ્ટ તથા ટી.એસ.કોઠારી રોકાયેલા હતા






Latest News