મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઠ માસના બાળકને માતાના વાત્સલ્યની હૂફ અપાવતી ટીમ અભયમ


SHARE











મોરબી જીલ્લામાં આઠ માસના બાળકને માતાના વાત્સલ્યની હૂફ અપાવતી ટીમ અભયમ

તાજેતરમાં મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં એક પીડિત મહિલાનો કોલ આવેલ કે, તેના આઠ માસના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પીડિતાનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસનું નાનું બાળક છે અને સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતી

જો કે, મહિલાના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા હતા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછા જવાની મહિલાએ ના કહી હતી જેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતો રહ્યો હતો અને બાળક સ્તનપાન જ કરતું હોવાથી તેની માતને વધારે ચિંતા હતી ત્યાર બાદ પીડિતાને આશ્વાસન આપીતેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળકને ઘરમાં થતાં નાના મોટા જગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિએ રાજીખુશીથી બાળકને તેના પત્નીને આપ્યું હતું 






Latest News