મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં સર્કીટ હાઉસ સામે અકસ્માત સર્જીને એકનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ


SHARE



















હળવદમાં સર્કીટ હાઉસ સામે અકસ્માત સર્જીને એકનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ

હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ હળવદ સર્કીટ હાઉસ સામે ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરમાં પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત સર્જાયો હતો અને ત્યારે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલા વ્યક્તિ ઉપર ટ્રક ટ્રેલરના વ્યહિલ ફરી જતાં તેનું મોત નીપજયું હતું અને બે વ્યક્તિને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ટ્રેકટર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરબ ચાલકની ધરપકડ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા લખમણભાઇ જીવણભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ.૬૫)એ ટ્રક ટ્રેલર નંબર એમએચ ૪૬ બીએફ ૬૬૯૫ ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૬/૫ ના રોજ રાતના સાડા દસેક વાગ્યાના અરશામાં હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ હળવદ સર્કીટ હાઉસ સામેથી તે ટ્રેકટર નં જીજે-૩૬-બી-૦૩૧૨ લઈને જતાં હતા ત્યારે ટ્રક  ટ્રેલર નં. એમએચ ૪૬ બીએફ ૬૬૯૫ ના ચાલકે તેનું વાહન આગળ જતા ફરીયાદીના ટ્રેકટર સાથે અથડાવ્યું હતું અને ટ્રેક્ટરમાં બેઠેલા છેલાભાઇના કમરના ભાગે ટ્રક  ટ્રેલરના ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી ટેન ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને પ્રવિણભાઇ તથા ગટુરભાઇને સામાન્ય ઇજાઓ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા આ બનાવમાં પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપી શકીલ મજીદ ખાન (૩૮) રહે, હરિયાણા વાળાને ઝડપી લીધેલ છે










Latest News