મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ લોકશાળા ખાતે ખેલમહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યોજાશે


SHARE











વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ લોકશાળા ખાતે ખેલમહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામશહેરતાલુકાજિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં કબડીની સ્પર્ધામા ખેલાડીઓ ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષાજિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજૂથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવેલ છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૭ના રોજ ભાઇઓ અને તા.૮ ના રોજ બહેનોની સ્પર્ધા  મોહમ્મદી લોકશાળા – ચંદ્રપુરતા. વાંકાનેર જિ. મોરબી ખાતે થશેજેમા તાલુકા કક્ષાએ વિજેતા થયેલ અને દ્વિત્તિય ક્રમે રહેલ ભાઇઓની ટીમે તા.૭ના રોજ સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી તેમજ બહેનોની ટીમે તા.૮ ના રોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ સુધીમાં રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – રૂમ નં.૨૫૭બીજો માળતાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવેલ છે.






Latest News