મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો


SHARE





















વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા યુવાને વાંકાનેરના માર્કેટ ચોકમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું તે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયા જાતે કોળી (ઉમર ૩૧) એ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ક્યૂ ૨૨૩૩ વાંકાનેર શહેરમાં આવેલ શાક માર્કેટ ચોક પાસે મણિકણીવાળી શેરીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થયા બાબતે લાલજીભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી શોહિલખાન ઉર્ફે કારો કેશરખાન આફરેડી જાતે પઠાણ (૨૭) રહે. નવજીવન સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે










Latest News