મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અનેક છાત્રોએ રાજકોટમાં યોજાયેલા એજ્યુકેશન એક્સપોમાં માર્ગદર્શન મેળવ્યું


SHARE







મોરબીના અનેક છાત્રોએ રાજકોટમાં યોજાયેલા એજ્યુકેશન એક્સપોમાં માર્ગદર્શન મેળવ્યું

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન તથા સારથી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જનકલ્યાણ હોલ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સપોના માધ્યમથી પોતાની કારકિર્દી કંડારવા ઉત્સુક અનેક વિધાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ એક્સપોમાં દેશ દુનિયાની ૨૬ થી વધુ યુનિવર્સિટીના નિષ્ણાંત તજજ્ઞોએ વિવિધ ફિલ્ડમાં રહેલી તકોનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મેડિકલથી લઈને જર્નાલિઝમ, ફેશનથી લઈને એન્જીનીયરીંગ, સી. એસ થઈ લઈને મેનેજમેન્ટ સહિતના વિવિધ ફિલ્ડના કરીક્યુલમથી લઈને કોન્સેપ્ટ સુધીની વિધાર્થીઓની ક્યુરિયોસિટીને સંતોષવામાં આવી હતી. આ એક્સપોમાં મોરબી એકેડેમીક એસોસિએશનના માધ્યમથી નવનિર્માણ ક્લાસીસ, ઓરીએન્ટલ ક્લાસીસ, પ્રગતિ ક્લાસીસ, બ્રીલીયન્ટ ક્લાસીસ, સ્કાયલાઈટ ક્લાસીસ, કેતન ક્લાસીસ, નવકાર કોમ્પ્યુટર સહિતના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લિધો હતો.સમગ્ર આયોજનની વ્યવસ્થામાં રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રમોદસિંહ રાણા, અલ્પેશભાઈ ગાંધી, અનિલભાઈ પરમાર, રાજેશભાઇ કંઝારીયા, કિશોરભાઈ કંઝારીયા, દિપેશભાઈ દોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News