મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી: સંતાન ન થતાં હોય પરિણીતાને માર માર મારનારા પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી: સંતાન ન થતાં હોય પરિણીતાને માર માર મારનારા પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતાને સંતાન ન થતા હોવા બાબતે તેમજ ઘરકામ બાબતે પતિ સહિતના સાસરીયાઓ મેણાં ટોણાં મારતા હતા અને ગાળો આપીને ઢીકાપાટુંનો માર મારવામાં આવ્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ પરણિતાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા પિતાના ઘરે રહેતી અફસાનાબેન યુસુફભાઈ રાઉમા (૨૬) નામની પરિણીતાએ હાલમાં તેના પતિ યુસુફભાઈ સલેમાનભાઈ રાઉમા, સસરા સલેમાનભાઈ કાસમભાઈ રાઉમા, સાસુ રોશનબેન સલેમાનભાઈ રાઉમા, નણંદ મુમતાજબેન સલેમાનભાઈ રાઉમા અને કાકા સસરા અબ્દુલભાઈ રાઉમા રહે. બધા જ એસ્ટ્રોન ચોક સરદાર નગર શેરી નં-૧૦ રાજકોટ વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સહિતના પાંચેય તેને બાળક થતું ન હોય તે બાબતે તેમજ ઘરકામ બાબતે અવારનવાર બોલાચાલી કરતાં હતા અને મેણાં ટોણાં મારતા હતા તેમજ ગાળો આપી ઢીકાપાટુંનો માર મારતા હતા જેથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય હાલમાં પરિણીતાએ તેના પતિ સહિત પાંચની સામે ફરિયાદ નોંધાવતા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News