હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માલધારી સમાજ માટે વસાહતની જગ્યા ફાળવવા વડવાળા યુવા સંગઠને કરી મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબીમાં માલધારી સમાજ માટે વસાહતની જગ્યા ફાળવવા વડવાળા યુવા સંગઠને કરી મુખ્યમંત્રીને રજુઆત

સરકાર શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા જઈ રહી છે ત્યારે માત્રને માત્ર પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા માલધારીઓને હેરાન થવું પડે તેમ છે અને દૂધ ઉત્પાદનમાં પણ અસર પડે તેવી શક્યતા છે ત્યારે મોરબી શહેરમાં વસવાટ કરતા માલધારી પરિવારો માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની વડવાળા યુવા સંગઠને મુખ્યમંત્રીને સમક્ષ માંગ કરેલ છે

વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદો પૂર્ણ રૂપથી અમલમાં આવે તે પૂર્વે જ મોરબી શહેર નજીક માલધારી વસાહત નિર્માણકરી શહેરીજનો અને બહોળા માલધારી સમાજના હિતમાં નિર્ણય કરવા માંગણી છે. જેમાં મોરબીમાં ૩૦૦૦ થી વધુ ભરવાડ, રબારી, ચારણ, આહીર સહિતના પરિવારો રબારીવાસ, વાવડી રોડ, વજેપર, કાલિકા પ્લોટ, વી.સી.પરા, વાંકાનેર દરવાજા, લીલાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં વસવાટ કરી રહ્યાં છે. અને અંદાજે ૩૦ હજાર જેટલા દુધાળા પશુઓ રાખી પશુપાલન થકી જીવન નિર્વાહ કરી રહ્યાં છે. પરંતું સરકારના નવા કાયદાને કારણે શહેરમાં વસવાટ કરતા સર્વે માલધારી સમાજની રોજી-રોટી અને પરંપરાગત વ્યવસાય ઉપર પ્રશ્નાર્થ ઉભો થવાની શકયતા છે. જેથી મોરબીમાં સત્વરે શહેરની નજીકના સ્થળે જયાં પશુ નિભાવ માટે યોગ્ય જલસ્રોત હોય તેવા સ્થળની પસંદગી કરી માલધારી સમાજ તેમજ શહેરી વિસ્તારના લોકોને સ્પર્શતા પશુઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી છે






Latest News