મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી કલબ દ્રારા સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરૂષોના પ્રોસ્ટેટ કેન્સર અંગે નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં રોટરી કલબ દ્રારા સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરૂષોના પ્રોસ્ટેટ કેન્સર અંગે નિદાન કેમ્પ યોજાયો

રોટરી ક્લબ મોરબી દ્વારા ગત તા.૫-૬ એપ્રેલના ના રોજ મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પીટલ મોરબી-૨ ખાતે રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ તથા રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગથી આલીપોર સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત આલીપોર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.હાલ સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.શરમ, સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે.સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં તપાસ થઈ જાય તો ઘણી પ્રકારની તકલીફો કે વેદના અને ખર્ચથી બચી શકાય છે માટે એ જ હેતુથી રોટરી ક્લબ મોરબી દ્વારા વિનામૂલ્યે આધુનિક પદ્ધતિથી મોબાઈલ કેન્સર ડિટેકશનવાનમાં આઇબ્રેસ્ટ સ્કેન, મેમોગ્રાફી, પેપ સ્મીયર ટેસ્ટ તથા પ્રોસ્ટેટ કેન્સરના ટેસ્ટ કરી આપવામાં આવેલ.બે દિવસના આ નિદાન કેમ્પનો ૨૪૦ લોકોએ લાભ લીધેલ.કેમ્પના આર્થિક સહયોગી ટી.ડી. પટેલ, કરસનભાઈ આદ્રોજા, રોટે.સિદ્ધાર્થભાઈ જોશી, રોટે.હરિનભાઈ પરમાર, રોટે.જીતેશભાઈ સચદેવ તથા મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.કેમ્પને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન રોટે.સિદ્ધાર્થભાઈ જોશી, પ્રેસિડેન્ટ રોટે.બંસી શેઠ, સેક્રેટરી રોટે. રસિદા લાકડાવાલા તથા રોટરી ક્લબ મોરબીના સભ્યો અને યુવા આર્મી લેડીઝ વિંગના મહિલા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News