ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે તેમજ વૃક્ષારાપણ કરી લાયન્સ કલબ પ્રમુખે ઉજવ્યો જન્દિવસ


SHARE







મોરબીમાં વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે તેમજ વૃક્ષારાપણ કરી લાયન્સ કલબ પ્રમુખે ઉજવ્યો જન્દિવસ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી.ફુલતરિયાના જન્મ દિવસ હોય તે નિમિતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા.જેમા શોભેશ્વર રોડ મોરબી-૨ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં વડીલોને ૧૫ દિવસ ચાલે તેટલું રાશન આપવામાં આવ્યું હતુ જેમાં ખાંડ, તેલ, ગોળ ,ઘી, કઠોળ વિગેરે જરૂરિયાત જેવી ખાધ્ય સામગ્રી ક્લબના પ્રેસિડેન્ટ લા.ટી.સી.ફુલતરીયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા, પ્રોજેક્ટ ચેરમેન લા.પ્રાણજીવનભાઈ રંગપડીયા, મહાદેવભાઈ ચિખલિયાએ હાજર રહીને વડીલો સાથે સત્સંગ સભામાં હાજરી પણ આપી હતી.સેવાના બીજા પ્રોજેક્ટમાં પર્યાવરણ જાગૃતિ માટે રવાપર બોનીપાર્ક પાછળ બાલાજી હાઇટ્સના સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેમાં લાયન્સ કલબમાં સભ્યો હાજર રહેલ ત્યારે બાલાજી હાઈટ્સના સભ્યોએ ઝાડને પાણી પાવાની જવાબદારી તેમજ વૃક્ષોના જતન માટે સ્વેચ્છાએ જવાબદારી ઉઠાવી હતી.ત્યારે રીજીયન ચેરપર્સન લા. રમેશભાઇ રૂપાલાએ સર્વેને અભીનંદન આપીને સેવાના કામને બીરદાવેલ.આમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી ફૂલતરિયાના જન્મ દિવસને સેવાના કામ થકી યાદગાર બનાવવામાં આવ્યો હતો.




Latest News