મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી


SHARE







મોરબીની કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા ૧,૭૫,૧૭૦ ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે

મોરબીમાં આવેલ કૈલાશ ઇલેક્ટ્રોનીક્સના માલિક વિજયભાઈ મોહનભાઇ કંઝરીયા રહે.મોરબી વાળાએ ફરીયાદી કરી હતી કે, આરોપી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાની રહે. મોરબી વાળાએ ઇલેક્ટ્રોનીક્સ માલની ખરીદી કરેલી હતી જેના રૂપીયા ૧,૭૫,૧૭૦ રકમ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા હોવાની અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં વર્ષ- ૨૦૧૮ ની સાલમાં દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયા અને એ.પી. કંઝારીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે ગત તા ૨૫/૩ ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરાએ આરોપી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાનીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા ૧,૭૫,૧૭૦ ફરીયાદીને હુકમની તારીખથી ૩૦ દિવસની અંદર ચૂકવવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, એ.પી.કંઝારીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા.




Latest News