મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીમાં અજય લોરીયા-વિનોદ આઘારાએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE







મોરબીમાં અજય લોરીયા-વિનોદ આઘારાએ નોંધાવી સામસામી ફરિયાદ

મોરબીમાં થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં જમીન મકાનના ધંધાર્થી અને યુવા રાજકીય આગેવાન વચ્ચે બેફામ વાણી વિલાસ થયો હતો જેનો ઓડિયો વાઇરલ થયો હતો ત્યાર બાદ એસપીને આ મુદે રજૂઆત પણ કરવામાંઆવી હતી અને હાલમાં આ મુદે મોરબી એ ડિવિઝન પોળી સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર ગામે યોગીરાજ એપાર્ટમેંટમાં રહેતા વિનોદભાઇ તળશીભાઈ અઘારાએ થોડા સમય પહેલા અજય લોરીયા સામે એસપીને અરજી કરી હતી ત્યાર બાદ તેને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય લોરિયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોબાઈલ ઉપર ૯૩૧૩૪ ૩૩૩૩૩ નંબર ઉપરથી ફોન આવેલ હતો અને અજય લોરીયાએ તે ફોન ઉપર બીભત્સ ગાળો આપી હતી અને વારંવાર ફોન કરીને ગાળો આપી હતી તો સમાપક્ષેથી રવાપર ગામે આવેલ વ્હાઇટ હાઉસ એપાર્ટમેંટમાં રહેતા અજયભાઇ મનસુખભાઇ લોરીયાએ વિનોદભાઇ તળશીભાઈ અઘારા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જમીન બાબતનું મનદુખ ચાલતું હોય તે બાબતે ફોન ઉપર ગાળો આપી હતી આમ પોલીસે ફોન ઉપર ગાળા ગાળી મુદે સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ નંદરામભાઈ મેસવાણિયા ચલાવી રહ્યા છે




Latest News