વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ની શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલના રૂમમાંથી ૬૭ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











માળીયા (મી)ની શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલના રૂમમાંથી ૬૭ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર આવેલ હોટલોમાં દારૂ પીરસાતો હોય તેવું અગાઉ પણ સામે આવી ચૂક્યૂ છે તેઓમાં વધુ એક વખત માળીયા તાલુકાની એક હોટલમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે અને માળીયા તાલુકાના સોનગઢથી પીપળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલ ખાતે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા હોટલની રૂમમાંથી ૬૭ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે હોટલમાંથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકામાં સોનગઢથી પીપળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે માળિયા મિયાણા તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા હોટલના રૃમમાંથી દારૂની કુલ મળીને ૬૭ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૧૨૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પ્રકાશકુમાર મધારામ સિયાધ (૩૨) રહે. મૂળ બાગલી (રાજસ્થાન) હાલ રહે શ્રીકૃષ્ણ જમ્ભેશ્વર હોટલ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો કયાથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે

૧૧ બોટલ દારૂ

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૪ માંથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૧૨૫ રૂપિયાનો દારૂ તેની પાસેથી કબજે કર્યો હતો અને હાલમાં તોફીકભાઈ દાઉદભાઈ ચાનીયા જાતે સંધિ (ઉંમર ૩૨) રહે. લાતી પ્લોટ શેરી નંબર-૧૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઇને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News