મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને ૨૨ લાખ પડાવનાર બે મહિલા સહિત છ આરોપીઓની પોલીસ કરી ધરપકડ


SHARE





મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને ૨૨ લાખ પડાવનાર બે મહિલા સહિત છ આરોપીઓની પોલીસ કરી ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધ પાસે ફલેટ લેવાના બહાને બે મહિલો આવી હતી અને ત્યાર બાદમાં અચાનક બે શ્ખ્સોએ ત્યાં આવ્યા હતા ત્યારે ફ્લેટ લેવા આવેલ બે મહિલા પૈકીની એક મહિલાએ વૃદ્ધનો કાંઠલો પકડી લીધો હતો જેના ફોટો ફ્લેટમાં પાછળથી આવેલા શખ્સે પાડી લીધો હતો અને તેને વાયરલ કરવાની વૃદ્ધને ધમકી આપી હતી અને બાદમાં વૃદ્ધનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેની વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીની ટીમે બે મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હનીટ્રેપના બનાવો વધી રહ્યા છે આવો જ એક બનાવ મોરબીમાં પણ બન્યો હતો જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમીયાચોકમાં કિંગ પેલેસના ફલેટ નં.૫૦૨ માં રહેતા રામજીભાઇ હરીભાઇ પરેચા જાતે પટેલ (ઉ-૬૮)ને બે મહિલા સહિત છ શખ્સો દ્વારા શિકાર બનાવવા આવ્યા હતા અને તેની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરીને એક કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી (૩૫) રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૨૭) રહે. વૃંદાવન-૨ ગોંડલ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ રેણુકા જાતે બારોટ (૩૨) રહે. આમણિયા જિલ્લો વ્યારા, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ બોરાણા જાતે રાવળ (૩૨) રહે. ચોટીલા, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ નાગલા જાતે આહિરા વાણંદ (૩૫) રહે. વૃંદાવન-૨ ગોંડલ, અને ઉષાબેન સંજયભાઈ પટેલ (૪૦) રહે. રામેશ્વર રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઇ હરીભાઇ પરેચાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, તા.૮/૧૨/૨૦૨૧ થી લઈને તા.૧૬/૦૩/૨૦૨૨ રામધન આશ્રમ સામે આવેલ રામેશ્વર હાઇટસ ખાતેતે હતા ત્યારે આરોપી ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ અને ઉષાબેન પટેલ તેની પાસે ફલેટ વેચાણ રાખવા માટે ટોકનના પૈસા આપવા આવ્યા હતા ત્યારે ટોકન પેટે ૫૦૦૦ આપવાની વાતચિત ચાલી રહી હતી ત્યારે આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ અને અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ આવ્યા હતા અને ત્યારે ઉષાબેન પટેલે રામજીભાઇ પરેચાનો કાઠલો પકડી લીધો હતો દરમ્યાન આરોપી અનિલ ઉર્ફે દેવો વિનુભાઇએ તેના મોબાઇલમાં સ્ત્રી નજીક હોય તેવા ફોટો પડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપી હતી ત્યાર બાદ દરાવી ધમકાવીને રામજીભાઇને ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી હતો અને તેની જ ગાડીમાં તેનું અપહરણ કરીને વાંકાનેર લઈને ગયા હતા ત્યાર બાદ રસ્તામાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી

મોરબીના એએસપી અતુલકુમાર બંસલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વૃદ્ધ જો પૈસા ન આપે તો ગાડીમાં જીવતા સળગાવી દઇ જાનથી મારીવાની ધમકી આપી હતી ત્યાર બાદ આરોપીઓ વૃદ્ધ પાસેથી પતાવટના ૨૨,૦૦,૦૦૦ નક્કી કર્યા હતા અને તેની પાસેથી ૨૨,૦૦,૦૦૦ લીધા હતા આટલું જ નહીં આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ તેના ફોનથી અવાર નવાર સમાધાન માટે રાજકોટ બોલાવતો હતો અને ધમકી આપતો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આઇપીસી કલમ-૩૬૪એ, ૩૮૬, ૩૮૭, ૩૨૩, ૫૦૬(૨), ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને બે મહિલા સહિતના છ આરોપીને ઝડપી પડેલ છે

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી વૃદ્ધના જે ફ્લેટ બની રહ્યા હતા ત્યાં આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી કામ કરતો હતોજેથી કરીને દિલિપે આરોપી અંકિતભાઇ અને અન્ય આરોપીઓની સાથે મળીને સાથે મળી ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું અને વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા હતા જો કે, એક વખત  એક જ જટાકે ૨૨ લાખ રૂપિયા મળી ગયા હોવાથી વારંવાર વૃદ્ધને ધમકી આપવામાં આવતી હતી જેથી કંટાળીને વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે તપાસ કરીને આરોપીઓએ ઝડપી લીધા છે જો કે, મુદામાલ રિકવર કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે






Latest News