ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસરમાં પૌત્ર પેટ્રોલની બોટલથી રમતો હોય દાદાની બીડીનો તણખો ઉડતા દાઝી ગયેલ સગીર રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના પંચાસરમાં પૌત્ર પેટ્રોલની બોટલથી રમતો હોય દાદાની બીડીનો તણખો ઉડતા દાઝી ગયેલ સગીર રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના પંચાસર ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહીને ખેત મજુરીનું કામ કરતા આદિવાસી પરિવારના સગીરવયનો બાળક દાઝી જતાં તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પંચાસર ગામની સીમમાં રણુભાની વાડીએ રહીને મજૂરીનું કામ કરતાં કેકળીયાભાઈ પસાયા જાતે આદિવાસીનો બાર વર્ષનો દીકરો ગોવિંદો દાઝી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોવિંદો પેટ્રોલની બોટલ વડે રમતો હતો ત્યારે તેના દાદા બીડી પીતા બીડીનો તણખલો પેટ્રોલની બોટલ ઉપર પડતાં લાગેલી આગમાં દાઝી જવાથી ગોવિંદો કેકળીયાભાઈ પસાયા જાતે આદિવાસી (ઉમર ૧૨) ને અહીંની સિવિલ હોસ્પિટલે લવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા તાલુકાના ચુલી ગામનો વતની મુકેશભાઈ દિનેશભાઈ પલાણ નામનો ૨૯ વર્ષીય યુવાન બાયપાસ ઉપરના સ્વામિનારાયણ ગુરુકુળ નજીકથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મુકેશ પલાણને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જયારે જામનગરના જોડિયા તાલુકાના તારાણા ગામનો વતની રાજેશ વાસુરભાઇ ડાંગર નામનો ૨૯ વર્ષનો યુવાન વાડીએ પગપાળા જતો હતો તે દરમિયાન રસ્તામાં કોઇ બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રાજેશ ડાંગરને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળીયા મિંયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતો મંગીયાભાઈ દહકનભાઈ નામનો ૩૨ વર્ષીય યુવાનને બાઈકમાં બેસીને જતો હતો તે સમયે તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત મંગીયાભાઈને સારવારમાં મોરબી લવાયો હતો






Latest News