ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાં ધૂળેટીની ઉજવણી સમયે સગીરા ગુમ: હજુ પત્તો નહી !


SHARE







મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાં ધૂળેટીની ઉજવણી સમયે સગીરા ગુમ: હજુ પત્તો નહી !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે મુકવામાં આવેલ સગીરા ભાગી ગયેલ છે જેથી કરીને હાલમાં આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં કવાયત શરૂ કરે છે જોકે, ધુળેટીના દિવસે સગીરા ભાગી ગયેલ છે તેમ છતાં પણ આજ સુધી તેનો કોઈ જગ્યાથી પત્તો લાગ્યો નથી તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી શહેર વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે મૂકવામાં આવેલ સગીરા તા. ૧૮ ના રોજ ત્યાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતેથી તકનો લાભ લઈને બાથરૂમ જવાનું કહી ગુમ થઈ ગયેલ હતી જેથી કરીને હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે જ્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ અને આગેવાનો ત્યાં હાજર હતાં ત્યારે સગીરા તકનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ તેને શોધવા માટે કવાયત કરી રહી છે જો કે, ધૂળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સમાંથી નીકળી ગયેલ સગીરાનો હજુ સુધી કોઈ જગ્યાએથી પત્તો લાગે નથી તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News