મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબી નજીક માટીના ઢગલા ઉપાડવા બાબતે માથાકૂટ કરનારને સમજાવવા ગયેલા વૃદ્ધ અને તેના બે દીકરાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબી નજીક માટીના ઢગલા ઉપાડવા બાબતે માથાકૂટ કરનારને સમજાવવા ગયેલા વૃદ્ધ અને તેના બે દીકરાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના લાલપર પાસે આવેલ પ્લેટીનીયમ સીરામીક પાછળ કરવામાં આવેલ માટીના ઢગલા ઉપાડવા બાબતે માથાકૂટ થયેલ હતી જેથી લાલપર સંતક્રુપા હોટલ પાસે વૃદ્ધને તેના દીકરા સાથે માથાકૂટ કરનારા શખ્સોને સમજાવવા માટે ગયા હતા ત્યારે સામે વાળા ચાર શખ્સોએ ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે વૃદ્ધ અને તેના દીકરાને માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે રામરાજ ગૌશાળાના ગેટ પાસે કુંજ ગલીની સામે રહેતા અને સીકયુરેટીમાં નોકરી કરતાં નારણભા જીવાભા નાંદણ જાતે ગઢવી (ઉ.૫૭)એ હાલમાં ભરતભાઇ રબારી રહે. ઘુટુ, ભરતભાઇ સાથે આવેલ એક અજાણ્યો માણસ, સુરેશભાઇ રબારી અને લીબાભાઇ રબારી રહે. બન્ને લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું છે કે, તેના દિકરા રામને આરોપીઓ પ્લેટીનીયમ સીરામીક પાછળ આવેલ માટીના ઢગલા ભરવા બાબતે માથાકૂટ થયેલ હતી જેનું સમાધાન કરવા લાલપર સંતક્રુપા હોટલ ખાતે બોલાવ્યા હતા અને ત્યારે આરોપી ભરતભાઇ રબારી અને તેની સાથે આવેલ એક અજાણ્યા માણસે થપડો મારી હતી જેથી ફરિયાદી અને તેનો દીકરો ભરતને ત્યા તે લોકોને સમજાવવા માટે ગયા હતા ત્યારે ચારેય આરોપીઓ ઉશકેરાઇ ગયેલ હતા અને ફરિયાદી અને તેના દીકરાને ગાળો આપતા હતા જેથી ગાળો બોલવાની ના કહેતા ભરતભાઈ રબારીએ લોખંડનો પાઇપ ફરીયાદીને જમણી આખના નેણના ઉપર ઝીકયો હતો અને તેની સાથે આવેલા શખ્સે તેને બન્ને હાથમા ધોકા માર્યા હતા અને મારેલ અને સુરેશભાઇ રબારી અને લીબાભાઇ રબારીએ ફરીયાદીના દિકરા રામ તથા ભરતને મુઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News