મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ પાસે ડબલ સવારી બાઇકને આઇસર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા


SHARE











ટંકારાના સરાયા ગામ પાસે ડબલ સવારી બાઇકને આઇસર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા

ટંકારા લતીપર રોડ ઉપર સરાયા ગામ પાસે રહેણાંક મકાન નજીક ડબલ સવારી બાઇકને આઇસરના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને એક વ્યક્તિને ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ફરિયાદીને ઇજા થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને અકસ્માતના આ બનાવની સર્જીને આઈસર ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી નાસી છૂટ્યો હતો જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા આઇસર વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આદમભાઈ જૂસબભાઈ વિકીયા જાતે સંધિ (ઉંમર ૫૪) એ અજાણ્યા આઇસર વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આ ટંકારાથી લતીપર તરફ જતા રસ્તા ઉપર સરાયા ગામ પાસે તેઓના રહેણાંકની બાજુમાં તેઓ અને ચંદુભાઈ જીવણભાઈ પાલરીયા રહે. હરબટીયાળી વાળા હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર જીજે ૩ એચએફ ૩૩૮૫ લઈને જતા હતા ત્યારે તેઓના બાઇકને આઇસર વાહનના ચાલકે પાછળથી અડફેટે લીધું હતું જેથી તેને અને ચંદુભાઈને ઈજાઓ થઈ હતી ત્યારે ચંદુભાઈ પાલરીયાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું છે જો ફરિયાદીને પગમાં ઈજા થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવમાં ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા આઇસર વાહનના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News