મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમ-૬ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા મોરબીના વિદ્યાર્થીઓએ કરી રજૂઆત


SHARE











સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમ-૬ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા મોરબીના વિદ્યાર્થીઓએ કરી રજૂઆત

થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની તારીખ જાહેર કરેલ છે. ત્યારે હજુ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયાને ત્રણ મહિના પુરા થયા નથી અને ઘણી કોલેજોમા અભ્યાસક્રમ પુરો થયો નથી ત્યાં છઠા સેમેસ્ટરની તા. ૨૮-માર્ચ જાહેર કરી દેવામાં આવી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર સેમેસ્ટર ૬ ની પરીક્ષાની તારીખના ફક્ત ૫ દિવસ બાદ જ છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સમય બહુ જ ટુંકો પડે તેમ છે. માટે મીત વ્યાસ, કર્મદીપસિંહ ઝાલા, પાર્થ મહેતા, સાગર જોગીદાસ, કુલદીપસિંહ જાડેજા, સાહિલ કોટેચા, અંકિત માહેશ્વરી, મિલન ડાભી, કુમારપાળ દોશી, સ્તવન શેઠ સહિતના વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર ૬ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને તેને થોડી પાછળ ઠેલવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, જોઈશું શું કરી શકાય તેમ છે તો હવે જોવાનું એ રહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તારીખમાં થોડો બદલાવ કરી આપશે કે નહિ? તે પ્રશ્ન છે






Latest News