મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી


SHARE





મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉ. એન.કે. ગોટીયાએ ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપી વિવિધ જાણકારી આપી હતી. આ ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.એન. ગાજીપરા, સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી) ડૉ. હિરપરા, તઘડિયા કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મારવણિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, નાયબ નિયામક વિસ્તરણ સીણોજીયા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કટારા તેમજ મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જીવાણી અને સરડવા સાથે રહી ખેતીલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.






Latest News