મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં કચરાના નિકલમાં ગોલમાલ કરતાં કોન્ટ્રાક્ટરના બિલમાં બે લાખની કપાત ! : ચીફ ઓફિસરે ફટકારી આખરી નોટિસ


SHARE











મોરબીમાં કચરાના નિકલમાં ગોલમાલ કરતાં કોન્ટ્રાક્ટરના બિલમાં બે લાખની કપાત ! : ચીફ ઓફિસરે ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જો કેકોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ૧ મહિના દરમ્યાન અનેક વિસ્તારમાંથી કચરો ઉપડવામાં આવેલ નથી તેમજ જે વાહનોનો ઉપયોગ કચરાના નિકાલ માટે કરવામાં આવે છે તે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગવવામાં આવી નથી જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરના બિલમાં બે લાખની કપાત કરવામાં આવી છે અને યોગ્ય રીતે કામ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે તેવી આખરી નોટિસ આપવામાં આવી છે

મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપડવા માટે તા. ૨૪/૦૧/૨૦૨૨ થી અમદાવાદની શ્રીજી એન્સીને કોન્ટ્રાક્ટ આપેલ છે જો કેકોન્ટ્રાક્ટર દ્વારા શરત મુજબ કામગીરી કરવામાં આવી રહી નથી જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેકચરાના પોઈન્ટ ઉપરથી કચરાના નિકાલની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને કચરાના સ્ટેન્ડ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો નથીદૈનિક કચરો નિયમિત રીતે સેનિટરી ઈન્સ્પેક્ટરની સૂચના મુજબ ડમ્પ સાઇટ પર ઠાલવાતો નથી અને લીલાપર રોડ પર ઠાલવવામાં આવે છે,

આટલું જ નહીં શહેરી વિસ્તારમાં કચરાના પોઈન્ટ ઉપરથી સો ટકા કચરાનો નિકાલ કરવાની શરતે કામ આપવામાં આવ્યું છે જો કેગેંડા સર્કલ,  એવન્યુ પાર્ક, સર્કિટ હાઉસ સામે, વોરાબાગ સામે, વાવડી રોડ, નકલંક હોસ્પિટલ પાસે, વાવડી ચોકડી, ગર્લ્સ હાઇસ્કૂલની દીવાલ પાસેલાતી પ્લોટ, સોરડી, ત્રાજપર ચોકડી, કારીયા સોસાયટી, જનકલ્યાણ નગર, વીશીપરાપ્રકાશના કારખાના પાસે, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, બીઆરસી ભવન, માધાપરનો ઝાપો, રોહિદાસપરાબાલમંદિર, મંગલમ હોસ્પિટલ, રબારીવાસમતવાચોક વિગેરે સ્થળે યોગી રીતે કચરો ઉપડવામાં આવતો નથી અને સેનેટરી ઈન્સ્પેકટર તથા ચીફ ઓફિસરની રાઉન્ડ દરમિયાન માલૂમ પડેલ કે, છેલ્લા ૧ મહિના દરમિયાન ૬૬૭ ટન જેટલો કચરો ઉપાડેલ નથી.

જેથી કરીને ન ઉપડેલ કચરા માટે પ્રતિ ટન ૩૦૦ રૂપિયા કપાત કરતાં કુલ મળીને ,૦૦,૧૦૦ જેટલી કપાત કરવામાં આવે છે અને હાલમાં જે વાહનોનો ઉપયોગ કચરાના નિકાલ માટે કરવામાં આવે છે તે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગવાની હોય છે જે હજુ સુધી કોન્ટ્રાક્ટરે લગાવેલ નથી માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને આખરી નોટીસથી સૂચના આપવામાં આવે છે અને જો કોન્ટ્રાક્ટર તેના કામમાં તાત્કાલિક ધોરણે સુધારો કરશે નહિ તો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.






Latest News