મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડી ભોજપરા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના વીડી ભોજપરા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત

વાંકાનેરના વીડી ભોજપરા ગામે વાડીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી યુવતી ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ અને તેના વતન સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવતીનું મોત નિપજયું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી અનિતાબેન જગુભાઈ દેવડા (ઉંમર ૧૯) નામની યુવતી ગત તા૧૭/૨ ના રોજ સાંજના સમયે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી રાજકોટ બાદમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે યુવતીને વતનમાં પણ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવતીનું મોત નિપજ્યું છે.જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશીદારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૪૫ મીટર દેશી દારૂના જથ્થા સાથે સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંતવાણી જાતે મિયાણા (૪૨) રહેમાળીયામીયાણા વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૦૦ રૂપિયા દારૂના જથ્થા સાથે હાલમાં તેની ધરપકડ કરી છે અને દારૂનું વેચાણ કરવા માટે થઈને ઇમરાન યાસીન ભટ્ઠી મોરબી વાળાએ આપ્યો હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને ઈમરાન સામે પણ પોલીસે ગુનો નોંધી તેને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News