મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો


SHARE











મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા ઝીકયા હતા અને બે યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એક યુવાને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હાલ મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેગલ જાતે કઠેરીયા (ઉ.૨૨)એ હાલમાં દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે. ત્રણેય-વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતા.૨૧/૦૨ ના સાંજના સવા છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મોરબી બાયપાસ રોડ ઉપર ધરમપરુ ગામના પાટીયા પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં ફરીયાદીને આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ સાથે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખી આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપીએ આવી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો તેમજ આરોપી બીપીન ઉર્ફે બીપીએ સાહેદ ઉદયપ્રકાશને પકડી રાખી આરોપી આનંદશીંગ છરીનો ઘા મારવા જતા ઉદયપ્રકાશ છટકી ભાગવા જતા આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયપ્રકાશને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા મારી ગંભીર ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ત્રણેય શખ્સોની સામે ફરિયડ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News