મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ હસ્તકલા ઉત્સવ મેળામાં રાજ્યના ૨૭ જિલ્લામાંથી ૧૩૫ થી વધુ વેપારીઓએ ભાગ લીધો


SHARE











મોરબીમાં યોજાયેલ હસ્તકલા ઉત્સવ મેળામાં રાજ્યના ૨૭ જિલ્લામાંથી ૧૩૫ થી વધુ વેપારીઓએ ભાગ લીધો

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ- સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે અને ઇન્ડેક્ષ્ટ - સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળકુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્યભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે

કોવિડ-૧૯ અન્વયે સરકારના તમામ નિયમોના પાલન સાથે ઇન્ડેક્ષ્ટ- સી દ્વારા તા.૧૮-૨ થી તા.૨૭-૨ દરમ્યાન એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમોરબી ખાતે હસ્તકલા ઉત્સવ” નું આયોજન કરેલ છે આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળહસ્તકલામાટીકામચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળહસ્તકલામાટીકામચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના રાજ્યના ૨૭ જિલ્લાઓમાંથી કુલ ૧૩૫ થી વધુ વ્યકિતગત કારીગરો-હસ્તકલા હાથશાળ મંડળીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ સ્વસહાય જુથો, એનજીઓસખી મંડળો, કલસ્ટર્સનાં કારીગરો દ્વારા ભાગ લેનાર છે

આ હસ્તકલા ઉત્સવનો સમય સવારના ૧૧.૦૦ કલાકથી રાત્રીના ૯.૦૦ કલાક સુધીનો છે જેમાં આ હસ્તકલા ઉત્સવમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળહસ્તકલાભરતકામઇમીટેશન જવેલરીલેધર વર્કઅકીકની આઇટમોવુલન શાલપેચવર્કમડ - મીરર - વર્કમોતીકામરણમાટીકામ તેમજ ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવેલ છે આ સમગ્ર ઉત્સવનું આયોજન ઇન્ડેક્ષ્ટ સી ના કાર્યવાહક નિયામક ડી.એમ.શુકલ, જી.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.આર.જાદવ તેમજ સીનીયર ઓફીસર (પી.પી.) આર.આઇ.જાંબુના સંકલન ધ્વારા કરવામાં આવેલ છે ત્યારે મોરબીના લોકો કલાપ્રેમી જનતાને આ હસ્તકલા ઉત્સવ” ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે 






Latest News