વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં પીજીવીસીએલની કચેરીના સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા શખ્સો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા !


SHARE







ળવદમાં પીજીવીસીએલની કચેરીના સ્ટોર રૂમમાંથી બે અજાણ્યા શખ્સો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા !

સામાન્ય રીતે સોના-ચાંદીના દાગીના કે પછી ખાદ્ય સામગ્રીની ચોરી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવતી જ હોય છે પરંતુ હાલમાં હળવદ તાલુકામાં આવેલ પીજીવીસીએલની કચેરીમાંથી બે અજાણ્યા શખ્સો દ્વારા વીજ મીટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા બે  અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની અંદર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા રાકેશભાઈ ભગુભાઇ પટેલ (ઉંમર ૩૯)એ હાલમાં વીજ કચેરીમાંથી મીટરની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને વીજ કચેરીમાંથી મીટરની ચોરી કરનારા શખ્સો કચેરીમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ રહ્યા છે હાલમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં અધિકારીએ જણાવ્યું છે કે, તેઓએ મીટર નંબર એલજી૧૯૦૩૪૪ અને ગ્રાહક નં.૭૩૬૧૯/૦૦૨૦૬/૧ વાળુ ગેટ પાસ નં. ૬૩૭૫/તા.૧૦/૦૨/૨૦૨૨ નું સ્ટેટીક એલ.એન.જી. કંપનીનું ૧૦૦/૫ કેપેસીટી વાળુ વીજ મીટર સીલ કર્યું હતું અને તે સીલ વાળા કોથળા સાથે પી.જી.વી.સી.એલ. કચેરીમાં નાયબ ઇજનેર ગ્રામ્ય પેટા વિભાગની ઓફીસની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાં મૂક્યું હતું જે સ્ટોર રૂમમાંથી સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતા બે અજાણ્યા શખ્સો વીજ મીટર સીલ કરેલ સીલ વાળા કોથળા સાથે ૩,૫૦૦ ની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા છે જેથી પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૭૩૮૦૧૧૪ મુજબ ગુનો નોંધીને સીસીટીવી કેમેરામાં દેખાતા બંને શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News