મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કચ્છ-રાજસ્થાનથી મટિરિયલ્સ સાથે દારૂ-બીયર ઘુસાડવાનો પર્દાફાશ: ૧૮.૩૫ લાખ મુદામાલ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબીમાં કચ્છ-રાજસ્થાનથી મટિરિયલ્સ સાથે દારૂ-બીયર ઘુસાડવાનો પર્દાફાશ: ૧૮.૩૫ લાખ મુદામાલ સાથે ત્રણ પકડાયા, બેની શોધખોળ

મોરબી તાલુકાની હદમાં વિશ્વ કક્ષનો ઉદ્યોગ આવેલ છે તેમાં કચ્છ અને રાજસ્થાનથી મટિરિયલ્સ આવે છે તેની સાથે દારૂની પણ મોટા પ્રમાણમા હેરફેરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અગાઉ આ મુદે સાંજ સમાચારમાં અહેવાલો પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી તાલુકાની હદમાંથી પસાર થતાં જુદાજુદા બે વાહનોને રોકીને પોલીસે  ચેક કરતાં તેમાથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવેલ છે જેથી પોલીસે દારૂ બીયર સાથે હાલમાં ત્રણ શખ્સોને પકડી કુલ મળીને ૧૮.૩૫ લાખનો મુદામાલ કબજે કરલે છે

મોરબી તાલુકાનાં પીઆઇના વી.એલ.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના કામ કરી રહ્યો છે ત્યારે યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી તેના આધારે પીએસઆઈ વી.જી.જેઠવાની ટીમે મોરબી તાલુકાના સરતાનપર ગામ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે રોડ ઉપરથી ટાટા કંપનીના ટ્રેઇલર નં આરજે ૩૬ જીએ ૪૦૭૯ ને રોકી હતી અને તેની પાછળની ટ્રોલીને ચેક કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની શીલપેક ૩૬ બોટલ અને બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બીયર અને ટ્રેઇલર મળીને ૮,૨૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ગુમાનસિંહ નૈનુસિંહ ચૌહાણ જાતે રાવત (ઉ.૪૬) અને રૂગનાથ હજારીલાલ ચૌધરી જાતે જાટ (ઉ.૪૫) રહે. બંને ભેસાપા, કાલી કાંકડ, કોટડા, થાના જેવાજા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

આવી જ રીતે યોગીરાજસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રીજી સીરામીક પાસે મોરબી કચ્છ ને.હા.રોડ ઉપરથી ટ્રેઇલર નં. જીજે ૧૨ બીડબલ્યુ ૯૨૪૪ પસાર થતું હતું તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેની પાછળની ટ્રોલીમાં કેબિનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂની સેલ ઇન ગોવા લખેલ શીલપેક ૨૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ટાટા કંપનીના સિગ્મા ટ્રેઇલર સહિત કુલ ૧૦,૦૮,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને હાલમાં આરોપી વિનોદભાઇ ભચાભાઇ મૈયાણી જાતે કોળી (ઉ.૩૫) રહે. ત્રંબો તાલુકો રાપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ આપનાર પ્રતાપભાઇ કોળી રહે. રાપર અને માલ મંગાવનાર રોહીતભાઇ ઉર્ફે રવિ ધીરૂભાઇ વાણંદ રહે. મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી પોલીસ આ ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News